Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળા પોલીસ સ્ટેશન અને LIB ના PI તરીકે જે.કે પટેલ ને રેગ્યુલર નિમણૂક આપતા જિલ્લા પોલીસ વડા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના હુકમથી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર પીઆઈ તરીકે જે.કે.પટેલને નિમણૂક કરવામાં આવ્યા છે.
જેમાં હુકમમાં જણાવ્યા મુજબ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર જે.જી. ચૌધરીની વિરૂધ્ધ ગુરૂગ્રામ ( હરિયાણા ) ખાતે એ.સી.બી. નો ગુનો દાખલ થતા તેમની ધરપકડ કરવામાં આવી છે જેથી તેમને લીવ રીઝર્વ પો.ઇ તરીકે રાખવામાં આવે છે અને જીલ્લાના બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર જે.કે. પટેલ અટેચ - પો.ઇ એલ.આઇ.બી શાખાની પોલીસ ઇન્સ્પેકટર રાજપીપલા પો.સ્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
પીઆઈ જે.કે પટેલ અગાઉ પણ રાજપીપળા ટાઉનમાં ફરજ બજાવી ચૂક્યા હોય તેઓ આ વિસ્તારના બધી રીતે જાણકાર છે માટે તેમની ટાઉન માં નિમણૂક થતા પોલીસ સ્ટાફ અને નગરજનોએ તેમની પોલીસ વડા એ કરેલી નિમણૂકને આવકારી છે.

   
(10:56 pm IST)