Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નાંદોદ તાલુકાના વરાછા ગ્રામપંચાયતના ઉપસરપંચનું સભ્ય પદ રદ કરવા પૂર્વ સરપંચની DDO ને રજૂઆત

બે થી વધુ બાળકો હોવા બાબતે પૂર્વ સરપંચે ડીડીઓને રજુઆત કરતા તપાસના આદેશ અપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ની વરાછા ગ્રામ પંચાયત ના ઉપસરપંચનું સભ્યપદ રદ કરવા ગામના પૂર્વ સરપંચે ડીડીઓને લેખિત રજુઆત કરતા ગ્રામ્ય વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી મુજબ તાજેતર માં વરાછા ગ્રા. પં . ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપ સરપંચ તરીકે ભરતભાઈ માછી ચૂંટાયા હતા પરંતુ ભરતભાઈને ત્રણ બાળકો છે અને બે બાળકોથી વધુ બાળકો હોય તે ઉમેદવારી ના કરી શકે તે મુજબનો કાયદો અમલમાં આવ્યા બાદ ભરતભાઈ માછીની ઉમેદવારી રદ થવાને પાત્ર છે તેવી રજુઆત પૂર્વ સરપંચે રાજેશભાઈ વસાવા એ કરી છે ઉપરાંત પંચાયતોની સામાન્ય ચૂંટણી સમયે પણ તેમણે આ વાત ઉમેદવારી પત્ર ભરતા સમયે છુપાવી હતી તો ઉપ સરપંચને સભ્યપદેથી દૂર કરવા માંગણી કરી છે સાથે ત્રણ બાળકોના જન્મના પ્રમાણપત્રો પણ રજુ કર્યા છે.
પંચાયત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ડીડીઓએ આ મામલે તપાસના આદેશ કર્યા છે જો તપાસને અંતે સત્ય હકીકત બહાર આવશે તો ઉપસરપંચ વિરુદ્ધ કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે.

   
 
   
(11:00 pm IST)