Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

આખા ગુજરાતમાં દારૂ વેચાય છેઃ ભરતસિંહ ડાભી

ભાજપના સાંસદનો કથિત ઓડિયો વાયરલ

અમદાવાદઃ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો કથિત ઓડિયો વાયરલ થયો છે વાયરલ થયેલા આ ઓડિયોમાં ભાજપના નેતા આખા ગુજરાતમાં દારૂ વેંચાતુ હોવાનું રટણ કરી રહ્યા છે. સાંસદ ભરતસિંહ ડાભી દારૂ મુદ્દે મોટો ખુલાસો કરે છે. અને કહે છે કે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે.

અરજદાર ભરતસિંહને ફોન પર પાટણમાં ખુબ દારૂ વેચાય છે તેવું કહે છે. ત્યારે અરજદારે સાંસદને ફોન પર રજૂઆત કરતા સાંસદ ભડકયા અને કહ્યું કે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. ત્યારે અરજદારે કહ્યું કે બુટલેગર સાંસદ સુધી હપ્તો આપે છે. ત્યારે સાંસદ ભડકયા અને કહ્યું કે હું કોઇનો હપ્તો નથી લેતો. બધે બધુ ચાલે છે તે મને ખબર છે. બે વર્ષ પછી દારૂનો છાંટો પણ નહીં મળે.

(4:13 pm IST)