Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાબરકાંઠામાં તંબાકૂનું વેચાણ કરનાર122 વિરુદ્ધ કેસ થતા 21હજારનો દંડ વસુલવામાં આવ્યો

સાબરકાંઠા:જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલના કન્સલ્ટન્ટ ર્ડા. ચિરાગ મોદી, ઈ.એમ.ઓ. ર્ડા. કાપડીયા તથા તેમની ટીમ દ્વારા સાબરકાંઠા જીલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી તમાકુ અધિનિયમ ૨૦૦૩ કલમ-૪ મુજબ જાહેર જગ્યા પર ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬-અ ૧૮ વર્ષથી નાની વયના વ્યકિતને તમાકુના વેચાણ કરવા પર પ્રતિબંધ તથા ૬-બ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મિટરની ત્રિજયામાં તમાકુના વેચાણ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

ત્યારે પ્રતિબંધીત કલમોનો ભંગ કરનાર જીલ્લાના કુલ ૧૨૨ લોકો સામે કેસ કરી રૂ.૨૧,૦૭૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુના વ્યસનથી થતા શારીરિક અને આર્થીક નુકસાન અંગે માહિતગાર કરી તમાકુ અધિનિયમની વિવિધ કલમનો પ્રમાણીકતા પણે કાયદાના નિયમોનું પાલન કરવા શપથ ગ્રહણ કરાયા હતા.

(4:59 pm IST)