Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વિજયભાઇને ગાડુ- હળ ભેટ ધરતા ખેડુતો

સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનમાં ખેડુતોને સહાય પેટે તાજેતરમાં જાહેર કરેલા રૂ.૩૭૦૦ કરોડના પેકેજ, ખેડુતોને વિવિધ સ્વરૂપે મદદ કરતા  સાત પગલા ખેડુત કલ્યાણના, ટેકાના ભાવે પાકની ખરીદી, એપીએમસી એકટ કરેલા સુધારા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રમાં ખેડુતોના હિતમાં પસાર કરેલા ત્રણ કૃષિ બિલના નિર્ણયને ગુજરાતના ખેડુતોએ આવકારેલ છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડુતોએ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ખેડુત નેતા ચેતનભાઇ રામાણીની આગેવાની હેઠળ હળ, ગાડુ જેવા સાધનો પ્રતિકરૂપે મુખ્યમંત્રીને ભેટ આપી આભાર વ્યકત કર્યો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:44 pm IST)