Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ત્રિપદા ગુરૂકુલમ દ્વારા ગાંધી જયંતિની online ક્લાસના માધ્યમથી ઉજવણી કરાઇ

ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ત્રિપદા ગુરૂકુલમ પ્રાયમરી અને માધ્યમિક સ્કૂલ દ્વારા ગાંધી જયંતિ નિમિતે online ક્લાસ ના માધ્યમથી ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે શ્રુતલેખન સ્પર્ધા , જેમાં ગાંધીજીના બાળપણનું વર્ણન, ધોરણ 6 થી 8 માં ચિત્ર સ્પર્ધામાં ગાંધીજીનું ચિત્ર , સ્વછતાનું ચિત્ર, મારી શાળાનું ચિત્ર  અને ધોરણ 9 અને 10 માં નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આમ બધી સ્પર્ધાઓ થઇ જેમાં કુલ 120 બાળકોએ ભાગ લીધો હતો અને શાળા દ્વારા દરેક સ્પર્ધામાં 1 થી 3 નંબર આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.

(8:01 pm IST)