Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજપીપળા ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશા સાથે કાપડની થેલીઓનું વિતરણ કરતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ

નર્મદા જિલ્લાના માંગરોળ ગામના સેવાભાઈ મહેન્દ્રભાઈ પ્રજાપતિ સ્વખર્ચે ઘણાવર્ષોથી લોકસેવા કાર્યો પણ કરે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ આજે 2 જી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિના ખાસ દિવસે રાજપીપળા ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલી અર્પી પ્લાસ્ટિક મુક્ત ભારતના સુંદર સંદેશા સાથે ત્યાં હાજર તમામ મહાનુભાવોને કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરી નર્મદા જિલ્લામાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.
જોકે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ ગામે ગામ જઈ સ્વખર્ચે કાપડની થેલીઓ વિનામૂલ્યે સ્વખર્ચે વિતરણ કરતા આવ્યા છે તેમણે આજે ગાંધી જયંતિ નિમિત્તે પણ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે હાજર રાજકીય અગ્રણીઓ સહિત તમામને કાપડની થેલીઓ આપી ભારત દેશ પ્લાસ્ટિક મુક્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી.

(10:50 pm IST)