Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર: બનાસકાંઠા,પાટણ, આણંદ અને અમદાવાદમાં જન સભાને કરશે સંબોધન

કાંકરેજમાં સવારે 11 કલાકે જનસભા સંબોધશે બાદમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે.:બપોરે 2.45 આણંદના સોજીત્રામાં જનસભા સંબોધશે:સાંજે 6 વાગ્યે પીએમ મોદી અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન તેમના હાથમાં લીધી છે. પીએમ મોદી આવતીકાલે 4 જંગી જનસભા સંબોધશે. જેમાં સૌપ્રથમ તેઓ ઉત્તર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં સવારે 11 કલાકે પીએમ મોદી જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે. પાટણ બાદ પીએમ મોદી બપોરે 2.45 આણંદના સોજીત્રામાં જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે પીએમ મોદી અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે.

(12:51 am IST)