Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજપીપળા કોવીડ હોસ્પિટલ પાસેથી પોલીસે નંબર વગરની બાઈક પર આવતા બીયરના સાથે એકને ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે ટાઉન પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે કોવીડ હોસ્પિટલ નજીકથી એક બાઈક પર બીયરના ટીન લઇને જતા શખ્સને મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસના માણસો આજે પેટ્રોલિંગમાં હતા ત્યારે વડીયા જકાતનાકાથી કાળિયા ભૂત મંદિર તરફ આવતા કોવીડ હોસ્પિટલ આગળ નંબર વગરની એક મોટરસાઇકલ પર આવતા નિતીનભાઈ કિશોરભાઈ વસાવા (રહે, નવા ધાબાળિયા , રાજપીપલા તા.નાદોદ જી.નર્મદા)નાએ પોતાના પાસેની મો.સા પર બીયરના ટીન સાથે પકડાઈ ગયો હતો પોલીસે તેની અટક કરી બિયર ટીન,મો.સા.મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 33,800 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(10:25 pm IST)