Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જેને સફળતા પ્રાપ્ત કરવાની હોય તેનામાં તમામે પ્રતિકુળ સંજોગોની સામે લડવાની હિંમત હોવી જોઇએ : ડો.રવિભાઇ ત્રિવેદી

SGVP ગુરુકુલના ઇન્ટરનેશનલ રિલેશન્સના ડાઇરેકટર રવિભાઇ ત્રિવેદી પરીક્ષા સમયે એસજીવીપી ગુરુકુલના ધો.10-11-12-ના વિદ્યાર્થીઓને પરિક્ષા સમયે માર્ગદર્શન-પ્રોત્સાહન પુરુ પાડે છે.

અમદાવાદ :  રવિભાઇ ત્રિવેદી કે જેઓ SGVP  ગુરુકુલના ઇન્ટરનેશનલ રિલેશન્સના ડાઇરેકટરછે. હાલ તેઓ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના ધો.10-11-12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડે છે.
      જેમણે હોંગકોંગમાં દરિયા ઉપર 3600 હેક્ટર વિશાલ એરપોર્ટ  તૈયાર કરી તેઓ પાઇલોટ ઝીરો વિઝીલીન્સી ( કશુંજ દેખાતું  નહોય તેવી પરિસ્થિતિમાં) ઉતરાણ કરી શકે તેવી  કેટેગરી 3C નામની ઓટોમેટેડ વિજ્યુઅલ ગાઇડન્સ એન્ડ કન્ટ્રોલ  સીસ્ટમ સ્થાપિત કરવામાં મોટો ભાગ ભજવેલ છે.
વિમાન લેન્ડીંગ સમયે ચારે બાજુ ધુમ્મસને કારણે કાંઇ દેખાતું ન હોય ત્યારે  વિમાન લેન્ડીંગ કરવું મુશ્કેલ હોય છે ત્યારે રવિભાઇની સલાહથી પ્રશ્ન ઉકેલાઇ ગયો..
ત્રિવેદી રવિભાઇએ યુનિ. ઓફ મિશીગન (યુ.એસ.એ) માંથી ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરી પીએચડી મેળવેલ છે.
એરપોર્ટ ક્ષેત્રે તેની વિશિષ્ટ સેવાબદલ કેનેડા સરકારે તેને ગવર્નર જનરલનો ગોલ્ડ મેડલ અર્પણ કરેલ છે.
તેઓ દરરોજ પૂજા સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિની સમક્ષ શુક્લયજુર્વેદ, પુરુષસુક્ત, જનમંગલ, વિષ્ણુસહસ્ત્ર નામાવલિનો મૌખિક પાઠ કરે છે.
તેઓશ્રીએ એસજીવીપી ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલને સીટા (cita)  સાથે જોડી ઇન્ટરનેશનલ કક્ષામાં સ્થાન આપ્યું છે. હાલ તેઓ પરીક્ષાના સમયમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના ધો.10-11-12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.

 

(12:50 pm IST)