Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

સુરતના ગોપીપુરા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકનું અપહરણ કરી જાતીય સતામણીનો પ્રયાસ કરનાર નરાધમને અદાલતે 10 દિવસની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાંત્રણેક વર્ષ પહેલાં ગોપીપુરા વિસ્તારમાં પાલ વિહાર એપાર્ટમેન્ટના દાદરના નીચેના ખાંચામાં પાંચ વર્ષના બાળકને ખોળામાં લઈને તેનું મોઢુ દબાવી પેન્ટ ખોલીને જાતીય સતામણીનો પ્રયાસ કરતાં રંગે હાથે ઝડપાયેલા આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી આરતી અદ્વૈત વ્યાસે પોક્સો એકટની કલમ 11,12  તથા 18 હેઠળ દોષી ઠેરવી દશ દિવસની સાદીકેદ,રૃ.500 દંડ તથા દંડ ન ભરે તો વધુ સાત દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.

ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા તથા દરજીકામ કરતાં ૪૨ વર્ષીય આરોપી મોહમદ ઈબ્રાહીમ ઉર્ફે ઈબ્રાહીમ ડાંગ કમરૃદ્દીન શેખ વિરુધ્ધ તા.13-1-2019ના રોજ ગોપીપુરા  પાલ વિહાર એપાર્ટમેન્ટના સીડીના ખાંચામાં પાંચ વર્ષના બાળકનું અપહરણ કરી તેનું મોઢું દબાવીને પેન્ટ ખોલવાનો પ્રયાસ કરતા હતા.જે દરમિયાન એપાર્ટમેન્ટમાં રખડતા કુતરાને તગેડવા આવેલા ભદ્રેશ બીલીમોરીયાએ આરોપીને જોઈ જતાં અહીંયા કેમ બેઠો છે તેવું પુછતાં તેણે પેશાબ કરવા બેઠો હોવાનું જણાવ્યું હતુ.જેથી સાક્ષી ભદ્રેશભાઈએ અહીં પેશાબ કરવાની જગ્યા છે એમ કહીને ઠપકો આપી બહાર કાઢતાં તેના ખોળામાં મોઢે હાથ દબાવી રાખેલ એક બાળક પણ મળી આવ્યું હતુ.જે બાળકના પેન્ટની ઝીપ ખોલીને આરોપીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતાં પહેલાં જ રંગે હાથે ઝડપાઈ જતાં મહોલ્લાવાસી ભેગા થઈ ગયા હતા.જેથી ભોગ બનનાર બાળકના માતા-પિતાને જાણ કરતાં આરોપી વિરુધ્ધ અપહરણ,પોક્સો એક્ટના ભંગ બદલ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

(6:23 pm IST)