Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જુના પાદરા રોડ વિસ્તારમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે પોલીસે એક મહિલા સહીત બે યુવકોને ઝડપી પાડયા

વડોદરા: જુના પાદરા રોડ વિસ્તારની એક ઓફિસમાં દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાની વિગતો ને પગલે પોલીસે દરોડો પાડી એક મહિલા તેમજ બે યુવકોને ઝડપી પાડયા હતા. જુના પાદરા રોડ વિસ્તારના મેરી લેન્ડ કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતો ને પગલે એલસીબી ઝોન-2 ના સ્ટાફે ગઇ સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે રૂમમાંથી ધર્મેશ રમેશભાઈ પટેલ (કૃષ્ણ ધામ સોસાયટી,દ્વારકેશ પાર્ટી પ્લોટ સામે, વાસણા રોડ), મદન જગદીશભાઈ સુથાર (રાંદલ ધામ સોસાયટી, ન્યુ સમા રોડ) અને દીપ્તિ વૈધ (વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે,માંજલપુર)ને ઝડપી પાડયા હતા. પોલીસે દારૂની બે બોટલ,બીયરના ત્રણ ટીન અને 3 મોબાઈલ કબજે કરી ત્રણેય સામે દારૂબંધીના ભંગ બદલ કેસ કર્યો હતો.

(6:25 pm IST)