Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજપીપળા હાઇવે પર ફોર વ્હીલ ગાડી ડીવાઈડર મશીન સાથે અથડાતા મોટું નુકશાન : કોન્ટ્રાકટરની બેદરકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળિયા ભૂત મંદિર તરફના હાઇવે માર્ગ ઉપર ઘણા સમયથી હાઇવે માર્ગની કામગીરી ચાલુ છે પરંતુ રોજનાં હજારો વાહનોની અવર જવર હોવા છતાં કોન્ટ્રાકટરની બેદરકારી ના કારણે અકસ્માત થાય છે
  હાઇવે માર્ગ પર બની રહેલા રોડ ડીવાઈડરનું મશીન કે જે ઘણા દિવસોથી રોડ પર મૂકી રાખ્યું હોય અને તેના પર રેડિયમ કે અન્ય દૂરથી દેખાઈ તેવી કોઈ લાઈટિંગ ન હોવાના કારણે અકસ્માત થાય છે જેમાં ગત રાતે એક ફોર વ્હીલ ગાડી આ મશીન સાથે અથડાતા અંદર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ ગાડીને મોટું નુકશાન થતાં માલિકે આ બાબતે તંત્ર અને કોન્ટ્રાકટરની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો

(10:39 pm IST)