Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ગ્‍લોબલ ક્‍લાઇમેટ ચેન્‍જ પ્રોજેકટ માટે જુનાગઢ - જામનગરની પસંદગી

યુરોપીયન યુનીનય પ્રોજેકટમાંથી ફંડ મળશે

અમદાવાદ તા. ૩ : યુરોપીયન યુનીયન દ્વારા અપાતા ફંડથી ચાલતા ગ્‍લોબલ કોવેનન્‍ટ ઓફ મેયર્સ ફોર ક્‍લાઇમેટ એન્‍ડ એનર્જી (જીસીઓએમ) દ્વારા ગુજરાતના જુનાગઢ અને જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનનો ક્‍લાઇમેટ એકશન પ્‍લાનની તૈયારી માટે પસંદ કરવામાં આવ્‍યા છે.

જીસીઓએમ શહેરી વાતાવરણ માટે શહેરની સ્‍થાનીક બોડી અને સરકાર સાથે મળીને કામ કરતી વિશ્વની સૌથી મોટી સંસ્‍થા છે. જીસીઓએમની એક ટીમે બે દિવસ પહેલા આ બંને શહેરોની મુલાકાત લીધી હતી.

આ સંસ્‍થા વિવિધ મ્‍યુનીસીપલ કોર્પોરેશનોમાં વાતાવરણમાં ફેરફાર અંગે દેશભરમાં અભ્‍યાસ કરશે. જેમાં ગુજરાતના ૮ કોર્પોરેશનો પણ સામેલ છે. પહેલા તબક્કામાં કોલકત્તા અને પૂણે ઉપરાંત ગુજરાતના જુનાગઢ અને જામનગર કોર્પોરેશનની પસંદગી કરાઇ છે.

જુનાગઢના મ્‍યુનીસીપલ કમિશનર રાજેશ તન્‍નાએ કહ્યું કે, પ્રથમ તબક્કાના પાઇલોટ અભ્‍યાસ માટે જૂનાગઢની પસંદગી કરાઇ છે. એ લોકોએ કેટલાક ડેટા સબમીટ કરવા કહ્યું છે અને ટીમ તેનો અભ્‍યાસ કરશે કે વાતાવરણમાં ફેરફારથી આપણા વર્તમાન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરને શું અથર થશે. ટીમ આપણને સીવેજ ટ્રીટમેન્‍ટ જેવા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરોમાં જરૂરી ફેરફારની ભલામણ કરશે અને વધારે અને વધારે રીન્‍યુએબલ એનર્જી વાપરવા તથા વોટર હાર્વેસ્‍ટીંગ બાબતે સલાહ આપશે. સંસ્‍થા આપણને ભાવિ પ્રોજેકટો માટે ફંડ પણ આપશે.

જામનગર મ્‍યુસીનીપલ કમિશનર વિજય ખરાદીએ કહ્યું કે, ટીમ વિવિધ પ્રોજેકટ અને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ જેવી સેવાઓના ડેટાનું વિશ્‍લેષણ કરીને કલાઇમેટ ફ્રેન્‍ડલી ટેકનોલોજી વાપરવા બાબતે સલાહ આપશે અને તેના માટેનું ફંડ પણ આપશે.

(10:54 am IST)