Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

અમદાવાદમાં હાર્દિક સામે ઉઠ્યો વિરોધ :વસ્ત્રાલમાં તેના પૂતળાને કેસરી કપડા પહેરાવીને ફાંસી અપાઈ

હાર્દિકની ભાજપમાં એન્ટ્રીથી ભાજપના જ યુવા અને પાટીદાર નેતાઓમાં કચવાટની ચર્ચા વચ્ચે ચોક્કસ વર્ગનો ગુસ્સો ઝળક્યો

અમદાવાદ :પાટીદાર નેતા તરીકે ઓળખ ઉભી કરનાર હાર્દિકે પટેલ માર્ચ 2019માં કોંગ્રેસમાં પ્રવેશ મેળવી કાર્યકારી અધ્યક્ષ બન્યો હતો. પરંતુ કોંગ્રેસમાં વાંધો પડતા તેણે પંજો છોડી કેસરીયો ધારણ કરવાનો નિર્ણય કરી લીધો. દેશના પ્રધાનમંત્રીથી લઇ ભાજપના મોટા ભાગના નેતાઓને પેટ ભરી ગાડો ભાંડનાર હાર્દિકે આજે કેસરીયો ધારણ કરી લીધો.

હાર્દિકની ભાજપમાં એન્ટ્રીથી ભાજપના જ યુવા અને પાટીદાર નેતાઓમાં કચવાટની લાગણી ફેલાયાની ચર્ચા ઉઠી છે. જોકે ભાજપના મનદુખીયા નેતાઓ હાર્દિકનો વિરોધ કરે તે પહેલા તેનાથી નારાજ એક ચોક્કસ વર્ગમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. હાર્દિકે કોબા સર્કલ સ્થિત કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. ત્યાં તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં હાર્દિકનો વિરોધ જોવા મળ્યો હતો

વસ્ત્રાલ રીંગ રોડ પર નવા બની રહેલા ફૂટઓવર બ્રિજ પર હાર્દિક પટેલના પૂતળાને કેસરી કપડા પહેરાવીને તેને ફાંસી આપવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર્સમાં વસ્ત્રાલનો પણ સમાવેશ થતો હતો. જેથી સ્પષ્ટ થાય છે કે, હાર્દિક વારંવાર જુઠ્ઠુ બોલતા પાટીદાર સમાજનો એક ચોક્કસ વર્ગ રોષે ભરાયો છે. હવે આવનારા સમયમાં જોવાનુ રહ્યું કે, 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપને નુકસાન પહોંચાડે છે કે ફાયદો

 

(11:52 am IST)