Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કેન્‍દ્ર સરકાર પીએમ શ્રી સ્‍કુલની સ્‍થાપના કરશે : કેન્‍દ્રીય શિક્ષણમંત્રી પ્રધાન

ગાંધીનગર તા. ૩.: ભારત સરકાર દ્વારા હવે  પી.એમ.શ્રી સ્‍કુલની સ્‍થાપના કરાશે.
ગાંધીનગરમાં બે દિવસ માટે યોજાયેલી નેશનલ કોન્‍ફરન્‍સ ઓફ એજયુકેશનમાં કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને જણાવ્‍યું હતું કે, આપણે ૨૧ મી સદીની તકો અને પડકારો માટે તૈયારી કરીએ છીએ, ત્‍યારે આપણે આપણી શિક્ષણ અને કૌશલ્‍યને વધુ મજબૂત કરવા ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવો જોઇએ. તેમણે પૂર્વ-શાળાથી માધ્‍યમિકને આવરી લેતા NEP   ના પ+૩+૩+૪ અભિગમ,        ECCE પર ભાર, શિક્ષક પ્રશિક્ષણ અને પુખ્‍ત શિક્ષણ, શાળા શિક્ષણ સાથે કૌશલ્‍ય વિકાસનું એકીકરણ અને જે તે રાજયોને પોતાની માતૃભાષામાં શિક્ષણને પ્રાધાન્‍ય આપવા પર ભાર મૂકયો હતો.ભારત સરકાર અગામી સમયમાં  PM  શ્રી શાળાઓની સ્‍થાપના કરવા જઇ રહી છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્‍ય માટે તૈયાર કરવા સંપૂર્ણ રીતે સજજ હશે.

 

(3:31 pm IST)