Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કલોલમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લૂંટારુ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

કલોલ :  કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી મોપેડ ઉપર આવતો લુંટારુ મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ જાય છે આવું એક બનાવ કે આર સી રોડ ઉપર બન્યો છે જેમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ થવા પામી છે બનાવ અંગે પોલીસે તપાસ ઉપર આવેલા અજાણ્યા લૂંટારૃઓએ સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલમાં આવેલ ઉમિયા રેસિડેન્સીમાં રહેતા રાધેશ્યામ ચોટીલા તેમની પત્ની નિશા દેવી સાથે કલોલના કે આઈ આર સી રોડ પાસે આવેલ ગોવર્ધન સોસાયટી સામે થી સાંજના સમયે પસાર થઇ રહ્યા હતા ત્યારે જ્યુપિટર મોપેડ ઉપર આવેલા અજાણ્યા લૂંટારુએ નિશા દેવીના ગળામાં પહેરેલ ૧૬ ગ્રામ સોનાનો દોરો કિંમત રૃપિયા ૬૦ હજારનો તોડીને પળવારમાં ભાગી છૂટયો હતો બનાવ અંગે તેઓએ કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી લૂંટારૃઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારનો બનાવ પંચવટી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે  બે દિવસ અગાઉ જ બન્યો હતો જેમાં મહિલા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે જ્યુપિટર ઉપર આવેલો શખ્સ મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી ફરાર થઈ ગયો હતો.

(6:21 pm IST)