Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વડોદરામાં સંતાન બાબતે પત્નીને જાહેરમાં માર મારી ઇજા પહોંચાડનાર નરાધમ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્નીને જાહેરમાં ચપ્પુ બતાવી લાફા ઝીંકી ઇજા પહોંચાડતા નર્સને તેજ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, ઘર કંકાસના કારણે અલગ રહેતી પત્ની પાસેથી સંતાનો મેળવવા પતિએ હુમલો કર્યો હતો. મૂળ પંચમહાલના રહેવાસી અને હાલમાં કિર્તિ મંદિર પાસે રહેતા 40 વર્ષીય ઈતલીબેન મીનેશભાઈ ડામોર સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 29 મે ના રોજ હું સયાજી હોસ્પિટલના વોર્ડ બી1 સર્જરી વિભાગમાં નોકરી પર હતી. તે સમયે મારા પતિ મીનેશ પ્રતાપભાઈ પારગી ( રહે - ખેડાપા, સંતરામપુર, મહિસાગર ) એ મને અપશબ્દો મારા છોકરાઓ મને આપી દે તેમ કહી લાફા ઝીંકી દીધા હતા. અને ચપ્પુ બતાવી તને મારી નાખીશ અને નોકરી પણ કરવાની દઉ તેવી ધમકી આપી નાસી છૂટયો હતો. જોરથી લાફા માર્યા હોવાના કારણે મને અસહ્ય દુખાવો અને ચક્કર આવતા દાખલ થવાની ફરજ પડી હતી. મારો પતિ છેલ્લા બે મહિનાથી માનસિક ત્રાસ આપી રહ્યો છે.

(6:23 pm IST)