Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વડોદરાના સનફારમા રોડ પર ધોળે દિવસે બે ફ્લેટના તાળા તોડી ગઠિયો લાખોની માલમતા ચોરી છૂમંતર.....

વડોદરા: શહેરના સનફારમા રોડ પર ગઇ કાલે ધોળે દિવસે ત્રાટકેલા ચોરો બે ફ્લેટનાં તાળાં તોડી માલમત્તા ચોરી ગયા હતા. સનફારમા રોડ પર ક્રિષિલ એવન્યુમાં રહેતા ખાનગી કંપનીના એન્જિનીયર અમિત કુલકર્ણી ગઈ કાલે તા 2 જી એ સવારે રણુ ગામે ગયા હતા તે દરમિયાન તેમના દરવાજાનું ઇન્ટરલોક તોડી ત્રાટકેલા ચોરો કબાટમાંથી મંગળસૂત્ર બંગડીઓ અને વીંટી મળી રૂ સાડા ત્રણ લાખની કિંમતના 9 તોલા ઉપરાંતના દાગીના ચોરી ગયા હતા. અમિતભાઈ સાંજે પરત ફર્યા ત્યારે તેમના મકાન નો સામાન વેરવિખેર જોતા ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. તપાસ દરમિયાન નીચેના ફ્લેટમાં રહેતા તેઓના કઝિન અદ્વૈત કુલકર્ણીના મકાનમાં પણ ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જે.પી.રોડ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

(6:23 pm IST)