Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વડોદરાના હાથીખાના વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા રીક્ષા દબાઈ હોવાની માહિતી

વડોદરા: વડોદરાના હાથીખાના વિસ્તારમાં વહેલી સવારે પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા એક રીક્ષા દબાઈ હતી. વડોદરાના હોલસેલ અનાજ બજાર હાથીખાના માં વહેલી સવારે ચહલપહલ શરૂ થાય તે પહેલા ગેટ નંબર ૩ ની સામે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા લોકો જાગી ગયા હતા. ઝાડની નીચે પાર્ક કરેલી એક રીક્ષા દબાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે વૃક્ષ દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.

(6:23 pm IST)