Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

કોંગ્રેસ નેતા ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ અરજી દાખલ :યુવતીએ નોંધાવી ફરિયાદ:વિડિઓના પુરાવા પોલીસને આપ્યા

ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ આણંદ પોલીસ સ્ટેશનમાં અરજી: ઘરમાં આવી હુમલો કરવાની યુવતીએ કરી ફરિયાદ

અમદાવાદ : કોંગ્રેસ નેતા અને તેમની પત્નીનો વિવાદ મામલે હવે ફરિયાદની અરજી કરવામાં આવી છે.ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ આણંદ પોલીસ સ્ટેશનમાં કરવામાં ફરિયાદની અરજી મુકવામાં આવી છે.જેમાં ઘરમાં આવી હુમલો કરવાની ફરિયાદ યુવતીએ કરી છે. યુવતીએ અરજી સાથે પોલીસને વીડિયોના પુરાવા પણ આપ્યા છે. આપને જણાવી દઈએ કે ભરતસિંહ આ યુવતી સાથે ઘરમાં હતા ત્યારે તેમની પત્ની રેશમા પટેલ ત્યાં પહોંચે છે વીડિયોગ્રાફી કરે છે અને યુવતી સાથે મારઝૂડ પણ કરે છે. જે બાબતે આ ફરિયાદ અરજી દાખલ કરવામા આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીના પત્નીએ ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું ભરતસિંહને સમજાવવા પહોંચી હતી. હું હજુ પણ મારા પતિને ચાહુ છું. હું ઇચ્છું છું કે મારા પતિ મારી સાથે પરત આવી જાય.  હું મારા પતિને ઘણા સમયથી શોધતી હતી. પછી મને ગઇ કાલે અચાનક ખબર પડી કે તેઓ આણંદ વિદ્યાનગર નજીક ઋતુરાજ આઇસક્રીમની દુકાન આગળ આઇસક્રીમ ખાતા હતા, ત્યારે બંનેને હું જોઇ ગઇ,  એટલે મે ગાડી ફોલો કરી અને પછી તે જ્યાં રહે છે, પેલી છોકરી સાથે હું ત્યાં ગઇ. ત્યાં હું ગઇ એટલે ઘરનો દરવાજો બંધ હતો. હું ચૂપચાપ ઉભી રહી અને પછી તેઓએ દરવાજો ખોલ્યો અને પછી હકીકતમાં તો હું તેમને સમજાવવા જ ગઇ હતી. મારી લાગણી હતી એટલાં માટે જ હું તેમને લેવા ગઇ હતી. પરંતુ ત્યાં થોડીક માથાકૂટ થઇ અને તેમને આવવાની ના પાડી. તેમને મારી સામે હાથ ઉગામવાની કોશિશ કરી, અને થોડીક માથાકૂટ થઇ, ઝપાઝપી થઇ ગઇ.'

(8:26 pm IST)