Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

વલસાડની ઉમરગામ જીઆઇડીસીની મેટલ ક્રાફટ કંપનીમાં ભીષણ આગ : ફાયર ટીમ ઘટનાસ્થળે

ઉમરગામ જીઆઈડીસીમાં રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી

વલસાડના ઉમરગામમાં આવેલી જીઆઇડીસીમાં મેટલ ક્રાફટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આગને ઓલવવા માટે ફાયર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં શનિવારે રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી.

આ ઘટનાને  લઈને ફાયર વિભાગ પણ તાત્કાલીક સ્થળ પહોંચ્યું હતું.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થયાના અહેવાલ મળી આવ્યા નથી. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે. જોકે તેમાં આગ કયા કારણે લાગી હતી તે હાલ જાણી શકાયું નથી

અત્રે ઉલ્લેખનીય છે કે આગના લીધે કંપનીમાં મોટું નુકશાન થયવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, હાલ આ જીઆઇડીસીમાં આગના લીધે ચોમેર ધુમાડાના ગોટેગાેટા જોવા મળી હ્યા છે, ફાયરની ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી છે, આ વિસ્તારમાં હાલ ટ્રાફિક જામ થઇ ગયો છે. આગને ઓલવવા માટે ફાટરની મદદે સ્થાનિક પણ મદદ કરી  રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

 જીઆઇડીસીમાં મેટલ ક્રાફટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આગને ઓલવવા માટે ફાયર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં શનિવારે રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી

(10:50 pm IST)