Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

મહુધા તાલુકાના ઉંદરા ગામે એક કાચા મકાન પર છાપો મારી એલ.સી.બી એ વિદેશી દારૂનો 1 લાખ 34 હજારના જથ્થો ઝડપી પાડ્યો:એક શખ્સની ધરપકડ

નડિયાદ : મહુધા તાલુકાના ઉંદરા તાબે છલ્લા અમરસિંહની મુવાડીના એક કાચા મકાન પર ખેડા એલ.સી.બી. પોલીસે દરોડો પાડી કંતાન નીચે સંતાડેલી જુદા જુદા માર્કની વિદેશી દારૂની બોટલ નંગ ૪૦૮ કિ. રૂ. ૧,૨૭,૨૦૦ તથા બિયર ટીન ૭૨ કિંમત રૂ.૭,૨૦૦ મળી કુલ રૂ. ૧,૩૪,૪૦૦ ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો નડિયાદના ત્રણ શખ્સોનો હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે એલ.સી.બી પોલીસની ફરિયાદના આધારે મહુધા પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા એલ સી બી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહુધા તાલુકાના ઉંદરા તાબે છલ્લા અમરસિંહની મુવાડી ખાતે રહેતા સંજય મોહન ભાઈ પરમારે પોતાના કબજા ભોગવટો કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે બાતમી આધારે એલ.સી.બી. પોલીસે દરોડો પાડી સંજય પરમારને ઝડપી પાડયો હતો. પોલીસે પંચો રૂબરૂ મકાનમાં તલાશી કરતાં કંતાન નીચે સંતાડેલા જુદા જુદા માર્કની વિદેશી દારૂ તથા બિયર ટીન મળી આવ્યા હતા જેમાં ૭૫૦ મિ.લી.ના બોટલ નંગ ૨૧૬ કિ.રૂ.૧,૦૮,૦૦૦ ની ૧૮૦ મી.લી. કવાટર નં.૧૯૨ કી. રૂ. ૧૯,૨૦૦ તથા બીયર ટીન નંગ ૭૨ કી.રૂ. ૭,૨૦૦ મળી કુલ રૂ. ૧,૩૪,૪૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે પકડેલ સંજય પરમાર ની અંગજડતી દરમિયાન એક મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦ તથા રોકડા રૂ ૫૦૦ મળી કુલ રૂ ૧,૩૫,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:26 pm IST)