Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ચિરિપાલ ગ્રુપની કંપનીમાં ચાર સફાઈકર્મીના ગેસ ગળતરથી મોત મામલે રાજ્યના માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ

જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી, મૃતકોના પરિવારને એક-એક કરોડના વળતર સહિતની માંગણી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળી ગામમાં ચીરીપાલ ગ્રુપની વિશાલ ફ્રેબિક્સ કંપનીમાં ચાર સફાઇ કામદારોના ગેસ ગળતરના કારણે મત્યુ થયાના મામલે જવાબદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માંગણી કરતી અરજી ગુજરાત રાજય માનવ અધિકાર પંચ સમક્ષ થઇ છે. તેમાં મરનારના પરિવારને એક-એક કરોડ વળતર ચુકવવા સહિત પાંચ માંગણીઓ પણ કરાઇ છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઇંગોલી ગામે રહેતાં જિતેનકુમાર સમ્રાટે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ધોળકાના ધૂળી ગામે ચીરીપાલ ગ્રુપની વિશાલ ફ્રેબીક્સ કંપનીમાં ગઇ તા. 18મી જુલાઇના રોજ ઝેરી કેમિકલવાળા પ્લાન્ટમાં પાઇપ રિપરીંગ વખતે ઝેરી કેમિકલથી ચાર યુવાનોના મોત નિપજયાં હતા.

કંપનીએ કામદારોની સુરક્ષા બાબતે ગંભીર બેદરકારી દાખવી હતી. કોઇપણ સુરક્ષાના સાધનો વગર કામદારોને ઝેરી કેમિકલવાળા પ્લાન્ટમાં રિપેરીંગ માટે ઉતાર્યા હતા. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ પ્લાન્ટના નિરીક્ષણ સમયે કપનીને કોઇ જ સૂચના આપતા નહીં હોય, પ્લાન્ટની મશીનરીની ગુણવત્તા બાબતે ગંભીર બેદરકારી કયા કારણે ચલાવી લીધી હશે તેમ જ મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દુઘર્ટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે પુરતા પ્રમાણમાં ફાયર સ્ટાફ કેમ રાખવામાં આવતો નથી.

લોકોના જીવની કંપનીને કોઇ જ કિંમત નથી. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર કંપનીના માલિક, મેનેજર વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ. જે જવાબદાર હોય તેની સામે કાનૂની કાર્યવાહી થવી જોઇએ.

ચાર મૃતકના 

1) પ્રવિણભાઇ ધરમશીભાઇ રાઠોડ
રહે. કેશર ગઢ, ધોળકા

2) પ્રભુભાઇ પુનાભાઇ
રહે. હઠીપુરા બાવળા

3) વિજયભાઇ કયાભાઇ બારડ
રહે. હઠીપુરા, બાવળા

4) માયાભાઇ કવાભાઇ બારડ
હઠીપુરા, બાવળા

માનવ અધિકાર પંચમાં ચીરીપાલ કંપનીના માલિક, મેનેજર, સુપરવાઇઝર તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલાં ભરાવવા જોઇએ,મરનાર દરેક કામદારોના પરિવારોને કંપની તરફથી એક એક કરોડ વળતર ચૂકવવામાં આવે.આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને રિમાન્ડ પર લેવામાં આવેકોઇપણ જાતના સલામતિના પગલાં ન લઇને કામદારોના જીવને જોખમમાં મૂકનારી કંપનીનું લાયસન્સ અને માન્યતા સરકાર દ્રારા રદ કરવામાં આવે.સુપ્રિમ કોર્ટના 27/ 3/ 2014ના ચુકાદા મુજબ દરેક પરિવારને દસ દસ લાખ સરકાર વળતર પેટે તાત્કાલિક ચુકવી આપે.તેવી માંગ કરાઈ છે

(9:00 pm IST)