Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા કોવીડ-19 હોસ્પીટલના ડોક્ટર અને ટીમની નિષ્કાળજીથી દર્દીનું મોત નિપજ્યાના આક્ષેપ; જવાબદારો સામે પોલીસ કેસ નોંધવા રજુઆત

પુત્ર, પુત્ર વધુ સહીત પિતા પોઝીટીવ હોઈ હોસ્પીટલમા દાખલ છતાં, ડો.મેણાતે પોઝીટીવ પુત્રને જણાવ્યું તમારાં પિતાને અહીંથી આગળ લઈ જાવ કહી હાથ ખંખેરી નાંખ્યાં

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જીલ્લાની રાજપીપળા સ્થિત એકમાત્ર કોવીડ આઈસોલેશન હોસ્પીટલમા દર્દીઓ પુરતી સારવારના અભાવે ટપોટપ મૌતને ભેટી રહ્યાં છે, લાખો કરોડોના ખર્ચે ઉભી કરવામા આવેલી હોસ્પીટલ અને તેની સિસ્ટમ અને ડોક્ટરો સહીત નર્સિંગ સ્ટાફ સામે દર્દીઓ અને તેમનાં સગાંઓ એ ગંભીર આક્ષેપો કર્યા છે.

 

ડેડીયાપાડા તાલુકા ના ખોખરા ઉમર ગામ ના અંકીતભાઈ નટવરભાઈ પટેલે મુખ્યમંત્રી સહીત નર્મદા જીલ્લાના તમામ પ્રથમ શ્રેણી ના અધિકારીઓ ને લેખિત ફરીયાદ કરી કોવીડ હોસ્પીટલ ના ડો.મેણાત અને તેમની ટીમ ની ગંભીર બેદરકારી સહીત જરુરી સારવાર ના અભાવ અને નિષ્કાળજી ને પોતાના પિતા ના અકાળ મૃત્યુ નુ કારણ બતાવી ને તેમની સામે સારવાર મા ગંભીર બેદરકારી નો આક્ષેપ કરી પોલીસ ફ્રોયાદ કરી તપાસ ની માંગણી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.24/07/2020 ના રોજ ડેડીયાપાડા તાલુકા ના ખોખરાઉમર ગામ ના વતની નટવર ભાઈ છગનભાઈ પટેલ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને રાજપીપળા ની કોવીડ હોસ્પીટલ મા દાખલ કરવામા આવ્યાં હતાં, અને પુત્ર સહિત અન્ય પરિવારજનોને કોરોંટાઈન કરવામા આવ્યા હતા, ટેસ્ટ કરવામા આવતાં, પુત્ર અંકીત નો રિપોર્ટ નેગેટીવ અને પુત્ર વધુ અવનીબેન નો પોઝીટીવ આવતાં બંન્ને ને રાજપીપળા ની કોવીડ હોસ્પીટલ મા સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.તા.27 જુલાઈ ના રોજ અંકીતપટેલ ને પણ તમારો રિપોર્ટ પોઝીટીવ છે તેમ જણાવ્યું હતું પણ કોઈ રિપોર્ટ બતાવવામાં આવ્યો ન હતો કે લક્ષણો પણ ન હતા.
 એજ દિવસે તા.27 જુલાઈ ના રોજ અંકીતપટેલ ના મોબાઈલ ઉપર ડો.મેણાતે ફોન કરી તેમનાં પિતાની તબિયત સારી ન હોવાનુ કહી અન્યત્ર લઈ જવા કહ્યું હતું જેના જવાબ મા અંકીત પટેલે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની પોતે અહીયાં સારવારમાં છીએ અમે કેવી રીતે લઈ જઈએ? આપ કંઈક વ્યવસ્થા કરો,ત્યાર બાદ બે દિવસ પછી ફરીથી ડો.મેણાતે પિતાને અન્યત્ર લઈ જવા જણાવ્યું હતું, પણ સારવાર અને સ્થિતિ બાબત નુ કંઈ ફોડ પાડ્યું ન હતો.ત્યારબાદ રાત્રે નટવરભાઈ ના મૃત્યુ ના સમાચાર આવતાં પરિવારજનો આઘાત મા સરી પડ્યા હતાં.આમ ભેદભરમ અને રહસ્યમયી સારવાર ની ભેદી નિતિ તથા દર્દી ને કયા પ્રકાર ની સારવાર આપવામા આવી રહી છે, શું સ્થિતિ છે, અને વધુ કઈ સારવાર ની જરુર છે તેવા સ્પષ્ટ અને ચોખ્ખા માર્ગદર્શન અને પુરતી સારવાર ને અભાવ ને કારણે પિતા નું મોત નિપજ્યા ના અતિગંભીર આક્ષેપો સાથે રાજપીપળા ની કોવીડ-૧૯ હોસ્પીટલ ના ફીજીશયન ડો.મેણાત સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ થતાંજ જીલ્લા ની એકમાત્ર કોવીડ-૧૯ આઈસોલેશન હોસ્પીટલ અને આરોગ્ય તંત્ર મા સોપો પડી જવા પામ્યો છે.આમ એક બાદ એક આ હોસ્પિટલ માં બેદરકારી અને લાલીયાવાડી ચાલતી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.

(9:54 pm IST)