Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળા શહેરમાં પશુ હેલ્પલાઈન સેવા ખાડે ગઈ !! સડક ફળીયાના એક જીવદયા પ્રેમીએ રખડતા બીમાર શ્વાન માટે હેલ્પલાઈનનો સંપર્ક કરવા છતાં સેવા ન મળી !!

સરકારની 108,181 સહિતની સેવા સફળતા મેળવી રહી હોય એ સમયે રાજપીપળામાં પશુ હેલ્પલાઈન 1962 નંબરની સેવાનો ફિયાસ્કો જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં 108 ઇમરજન્સી,181 મહિલા હેલ્પલાઈન સહિત સરકાર ની હેલ્પલાઈન ની સેવાઓ એ ઘણી સફળ કામગીરી કરી પ્રશંસા મેળવી છે પરંતુ પશુ હેલ્પલાઈન ની સેવા હાલ રાજપીપળા શહેરમાં ખાડે ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
              રાજપીપળાના સડક ફળીયા માં એક રખડતું શ્વાન ચારેક દિવસ થી બીમાર હોય સ્થાનિક રહીશ અને જીદયાપ્રેમી હિરેન તડવી એ આ માટે પશુ હેલ્પલાઈન નં.1962 પર રવિવારે કોલ કરી આ શ્વાન ની સારવાર માટે જણાવ્યું ત્યાં આ બાબતે કંમ્પ્લેઇન પણ નોંધી ત્યારબાદ કલાકો સુધી સારવાર માટે કોઈ ડોક્ટર કે વાહન ન આવતા આ જાગૃત યુવાન હિરેન તડવી અને તેના મિત્રો રાજપીપળા ના પશુ દવાખાને ગયા ત્યાં ત્રણ વાહન હોવા છતાં બીજી વાર હેલ્પલાઈન નંબર પર કોલ કરતા એવો ખોટો જવાબ મળ્યો કે વાહન અન્ય કોલ માં ગયું છે ત્યારે આ જીવદયા પ્રેમી એ 1962 ના ઓપરેટર ને દવાખાના માં ઉભેલા ત્રણેય વાહનો ના નંબર સાથે નો ચિતાર આપતા ઓપરેટરે સોરી કહી રવિવારે આ સેવા બંધ હોય જેવા ગલ્લા તલ્લા કર્યા બાદ પોતાનો લુલો બચાવ કર્યો હોય તેમ કાકલૂદી કરી અંતે આખો દિવસ નીકળી જવા છતાં હજુ પણ આ બીમાર શ્વાનને સારવાર મળી ન હોય ત્યારે સરકારની આ હેલ્પલાઈન શુ કામની..? શુ આ પશુ હેલ્પલાઈન નો વહીવટ ખાડે ગયો છે..? કે ત્રણ દિવસ ની રજાઓ હોય ડોક્ટર સહિત નો સ્ટાફ રખડતા પશુઓ ની જવાબદારી ભુલી ઇમરજન્સી સેવા માં કામ કરતા હોવ છતાં ગુલ્લી મારી વતન તરફ ચાલ્યો જતા આ ઓપરેટર તેમનો લુલો બચાવ કરતા હશે...? હાલ આ ઘટના બાદ રાજપીપળા શહેર માં પશુ હેલ્પલાઈન ની સેવા બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

(10:10 pm IST)