Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

દક્ષિણ ગુજરાતના ખેડૂતો જાયકા કંપની વિરૂધ્ધ જાપાનની કોર્ટમાં જશે

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં બન્ને રાજ્યોની જમીન અધિગ્રહણ નીતિ અલગ : ખેડૂતોને વળતર ઓછું : ખેડૂત સમાજ

સુરત,તા.૪: અમદાવાદથી મુંબઇ સુધી દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેકટ ભલે શરૂ થઇ ગયો હોય પણ તેની ઝડપ બુલેટ ટ્રેન જેવી નથી. ટ્રેનના ટ્રેકને લઇને ગુજરાતમાં જમીન અધિગ્રહણજન મામલાઓમાં બાધાઓ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો જમીન અધિગ્રહણ અંગેની રીતથી સંતુષ્ઠ નથી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રોજેકટમાં ફંડ આપનાર જાપાની કંપની જાયકા ઉપર દબાણ લાવવા જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવા અંગે આગળ વધી રહ્યા છે. જો કે તેને લઇને સુપ્રીમમાંથી ગ્રોસ વોયલેશન ઓફ લેન્ડ એકવીજેશન ઉપર અરજી પણ અગાઉથી દાખલ છે. જેેની સુનાવણી ચાલી રહી છે.

આમ, તો અમદાવાદથી મુંબઇ સુધીના ૫૦૦ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સુરત અને થાનેમાં બનનાર ડેપોના ટેન્ડર પણ જાહેર કરાયા છે.ઉપરાંત ટ્રેકના રસ્તાના આવનાર અવરોધ પણ દૂર કરવામાં આવી રહ્યા છે.નેશનલ હાઇ સ્પીડ રેલ કોપોરેશન મુજબ જમીન અધિગ્રહણનો મામલો સુલજી ગયો છે. પણ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનો દાવો છે કે, જમીન અધિગ્રહણનું કામ ૪૦ ટકા જ પુરૂ થયું છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ એનએચએસ આરસીની અધિગ્રહણ નીતિમાં ગુજરાત -મહારાષ્ટ્ર માટે નિયમો અલગ-અલગ છે. જ્યારે કેન્દ્રીય નિતી સમાન હોવી જોઇએ આર્ટીકલ -૬૪ મુજબ દેવામાં આવતુ વળતર પુરંતુ અને તર્ક સંગત નથી.

તેમણે વધુમાં જણાવેલ કે, સુરત જીલ્લામાં તો ઠીક પણ દુરના વિસ્તારમાં સરકારની જંત્રીથી હાસ્યાસ્પદ રીતે ખુબ જ ઓછુ  વળતર અપાતા ખેડૂત પાસે આત્મહત્યા સીવાય કોઇ રસ્તો નથી. થોડુ વળતર આપી આવનાર પેઢીની રોટી છીનવાઇ રહી છે. જ્યારે ઉદ્યોગપતિઓને કિંમતી જમીન મફત અપાય તો ખેડૂતોને કેમ નહી ? (૨૨.૨૯)

નિયમો મુજબ જ વિકાસઃ સુષમા ગૌડ

આટલો મોટો પ્રોજેકટ પર્યાવરણ અને સામાજીક પ્રભાવના અધ્યપન પછી જ તૈયાર કરાયો છે. જેની માહિતી વેબસાઇટ ઉપર દરેક ભાષામાં છે. સરકારી નિયમો મુજબ જ વળતર અપાયું છે. બુલેટ ટ્રેનથી વિસ્તારનું અને ખેડૂતોનો વિકાસ થશે. પર્યટન સહિત રોજગાર -વ્યવસાયના નવા અવસરો પણ ઉભા થશે.

-સુષમા ગૌડ, પ્રવકત એનએચએસઆરસી

સામાજીક પ્રભાવનું અધ્યયન નથી કરાયુઃ રમેશભાઇ પટેલ

બુલેટ ટ્રેનનો વિરોધ નથી. જાપાની કોર્ટમાં જાયકા કંપનીને પડકારીશુ કે નિયમો મુજબ પર્યાવરણ અને સામાજીક પ્રભાવોનું અધ્યયન કર્યા વિના ફંડ કેવી રીતે રીલીઝ કરી શકાય? કાયદા મુજબ ગુજરાત -મહારાષ્ટ્રના ૮૦ ટકા પ્રભાવિતોની સહમતી હોય અને જમીનના બદલે જમીન આપવી જોઇએ.

- રમેશભાઇ પટેલ, ખેડૂત સમાજ પ્રમુખ, ઓલપાડા જીલ્લો

(4:19 pm IST)