Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોકમ મંદિરે દર્શન કરવાના બહાને મહારાષ્ટ્ર તરફથી દારૂ ઢીચી ને આવતા નબીરાઓને ઝબ્બે કરી પાઠ ભણાવતી ડેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી હોય ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન ને લોકો ખુબજ સાદાઈથી ઉજવી રહ્યા હતા ત્યારે બીજી તરફ યુવા ધન રસ્તો ભટકી જઈ ખરાબ રવાડે દારૂ જુગારની લતે ચડી નશા માં ભાન ભૂલી જાય છે જેમાં પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર બેફામ વાહનો ચલાવી નિર્દોષ રાહદારીઓને અડફેટમાં લઇ પોતાની સાથે બીજાની જિંદગીઓ સાથે પણ ચેડાં કરતા હોય છે.

  આવા તત્વોને સબક શીખવાડવા નર્મદા પોલીસ વડા હિમકર સિહ તથા રાજપીપળા ડિવિજન નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારની સૂચના અને માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પી.એસ.આઇ એ.આર ડામોરે પોલીસ સ્ટાફ સાથે કોકમ મદિર પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરતા વાહન ચેકીંગ દરમ્યાન અગિયાર જેટલા દારૂ પીધેલી હાલતમાં યુવાનોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.સાથે આવનારા તહેવારોમાં અકસ્માત નિવારણ માટેના કડક પગલાં લઇ લોકોની જાન માલની સલામતી માટે ડેડીયાપાડા પોલીસે પણ કમર કસી લીધી છે.

(4:53 pm IST)