Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરનાર આલ્ફા વન મોલ બંધ કરાવતુ તંત્ર

અમદાવાદ: સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ ન થતા અમદાવાદનો સૌથી મોટો મોલ ખાલી કરાવવામાં આવ્યો છે. amc દ્વારા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ આલ્ફા વન મોલ ખાલી કરાવવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન થતું ન હોવાથી એએમસી દ્વારા મોલ સીલ કરવામાં આવ્યો છે.

મોલની તમામ વાણિજ્ય પ્રવૃત્તિ હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે. તેમજ મોલ પ્રિમાઈસીસમાં અવરજવર બંધ કરવા પર મોલ એડબલ્યુએમ આરોગ્ય વિભાગનું સીલ મારી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આખો મોલ ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યો છે. મોલના એક્ટિવ કર્મચારીઓ જેવા કે, સિક્યુરિટી ગાર્ડસ, હાઉસ કિપીંગનો સ્ટાફના કોરોના અંગેનો રેપિડ ટેસ્ટ કરવા સૂચના આપી દેવાઈ છે. આ ઉપરાંત મેઈનટેન્સ અને હાઉસ કિપિંગ સિવાયના કોઈ પણ વ્યક્તિને મોલમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

સરકારની ગાઈડલાઈન મુજબ, કોઈ પણ વાણિજ્યક પ્રવૃત્તિ દરમિયાન માલિક, કર્મચારી અને ગ્રાહકોએ સતત માસ્ક પહેરવું જરૂરી છે. તેમજ કામની જગ્યાએ બે લોકો વચ્ચે અંતર રાખવું જરૂરી છે. ત્યારે આ બાબતોનું પાલન ન થતા આલ્ફા વન મોલને સીલ મારવામાં આવ્યું છે. તેમજ મ્યુનિસિલ કોર્પોરેશનની મૂંજરી મેળવીને જ ફરીથી મોલ ખોલવામાં આવશે.

(5:06 pm IST)