Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વડોદરાના ગોત્રી વિસ્તારમાં વાહન ચોરીના ગુનાહમાં ઝડપાયેલ ગઠિયા પાસેથી પોલીસે સાત વાહન જપ્ત કર્યા

વડોદરા: શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાંતરી કરતો મહારાષ્ટ્રનો વાહનચોર ઝડપાઈ જતાં તેની પાસેથી સાતવાહન કબજે કરાયા છે.

ગોત્રી પોલીસે ગઈકાલે ઘડિયાળ સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક યુવક પાસે સ્કૂટરના કાગળ માંગતા તેણે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. પોલીસે ટુ વ્હીલર વાહનના નંબરની તપાસ કરતા સ્કૂટર ગોત્રી વિસ્તારમાંથી ચોરાયુ હોવાની વિગતો જાણવા મળી હતી.

પોલીસની પુછપરછ દરમિયાન પકડાયેલા યુવકનું નામ કિરણ ઉર્ફે સની સુધીર ભાઈ પવાર (રહે. નીલ કમલ ફાર્મ પાછળ, વુડા ના મકાન માં, વાસણા ભાયલી રોડ, વડોદરા મૂળ રહે.રાયગઢ,મહારાષ્ટ્ર) હોવાનું ખુલ્યું હતું

વાહનોની ઉઠાંતરી કરતા કિરણ પાસે વડોદરાના ગોત્રી, જે પી રોડ, બાપોદ, માંજલપુર સહિતના વિસ્તારમાંથી સાત ટુ વ્હીલરો ઉઠાવ્યા હોવાની વિગતો ખુલતા પોલીસે તમામ વાહનો કબજે કર્યા છે.

(5:54 pm IST)