Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વડોદરાના કપુરાઇ બ્રિજ નજીકથી ડિવાઇડરના કટ નજીક કારે ટક્કર મારતા બાઈક પર જતા બે શખ્સોના ઘટનાસ્થળેજ મૃત્યુ

વડોદરા: કપૂરાઇ બ્રિજ પાસે આજે સતત બીજા દિવસે અકસ્માતમાં બાઇકચાલકનું મોત નિપજ્યું છેગઇકાલે બાઇકસવાર બે મિત્રોના ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યાં  હતા

શહેર નજીકથી પસાર થતા હાઇવે પર કપૂરાઇ બ્રિજ પાસેની જગ્યા  અકસ્માત ઝોનના બ્લેકસ્પોટની યાદીમાં છે. ગઇકાલે કપૂરાઇ બ્રિજથી તરસાલી બ્રિજ વચ્ચે કપૂરાઇ બ્રિજથી થોડે આગળ ડિવાઇડરના કટ પાસે કારની ટક્કરે બાઇક પર જતા બે મિત્રો ચંદ્રકાંત તડવી તથા મહેશ પરમારના સ્થળ પર કમકમાટીભર્યા મોત થયા હતા

આજે બપોરે બે વાગ્યે પણ કપૂરાઇ બ્રિજથી તરસાલી બ્રિજ તરફ મોટર સાયકલ પર જતા પુનમભાઇ વિઠ્ઠલભાઇ નાયક અને  તેના ભાણેજ સુનિલ અરવિંદભાઇ  નાયક (રહે.તરસાલી બ્રિજ નજીક નવીનગરી)ને અકસ્માત થયો હતો

(5:55 pm IST)