Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વડોદરાના હરણીરોડ પર ટાઉનશીપમાં મકાન ભાડે રાખી જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરવામાં આવી

વડોદરા:હરણીરોડ વૃંદાવન ટાઉનશીપમાં મકાન ભાડે રાખીને જુગારધામ ચલાવતા આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડયો છે. ઉપરાંત ઘરમાં જુગાર રમતા જુગારીઓની પણ વારસિયા પોલીસે ધરપકડ કરી છે.

વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, વૃંદાવન ટાઉનશિપના મકાન નંબર બી-૫૫માં જુગારધામ ચાલે છે. જેથી પોલીસે સાંજે વાગ્યે જુગારધામ પર રેઈડ પાડી હતી.

 મકાનના પ્રથમ માળે તપાસ કરતાં જુગારીઓ પત્તાપાનાનો જુગાર રમતા હતા. આરોપી કિરણ યોગેશભાઈ પંચાલ મકાનમાં લોકોને બોલાવી  જુગાર રમાડતો હતો. પોલીસે . કિરણ પંચાલ (રહે. વૃંદાવન ટાઉનશિપ હરણીરોડ) . લાલુ અનિલભાઈ ગુપ્તા (રહે. નવજીવન સોસાયટી, આજવારોડ. હરિશ રમેશભાઈ કહાર (રહે. માધવનગર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટરાહુલ મનુભાઈ કહાર (રહે. ઉકાજીનું વાડિયુ, વાઘોડિયા રોડ) . ધવલ મનસુખભાઈ જીંગર (રહે. જલારામ ફલેટ આર.વી.દેસાઈ રોડ) ચિરાગ સુરેશચંદ્ર શાહ (રહે. કોટયાર્કનગર, સોસાયટી વિભાગ- આજવારોડ) અને . કુંદર મહેશભાઈ ચૌહાણ  (રહે. કૃષ્ણપાર્ક સોસાયટી, આજવારોડ)ની ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૃપિયા ૧૬,૩૨૦, મોબાઈલ ફોન મળીને રૃપિયા ,૨૩,૩૨૦ની મત્તા જપ્ત કરી છે.

(5:56 pm IST)