Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વડોદરા નજીક પરણિત યુવકને ધર્મનો ભાઈ બનાવનાર મહિલાની પુત્રી પર દાનત બગાડનાર નરાધમની ધરપકડ કરવામાં આવી

વડોદરા: નજીકના એક ગામમાં રહેતા પરિણીત યુવકને એક મહિલાએ ધર્મનો ભાઇ બનાવ્યો હતો. ધર્મના ભાઇએ રક્ષાબંધનના એક દિવસ પહેલાની રાત્રે બહેનની સગીર પુત્રી પર દાનત બગાડતા આખરે તેની અટકાયત કરવામાં આવી છે.

  અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ મુઝાર ગામડી ગામમાં રહેતા ભલા કાભઇ તડવી નામના ૩૦ વર્ષના યુવાનને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. મહિલા છેલ્લા ઘણા સમયથી રક્ષાબંધનના દિવસે યુવાનને રાખડી પણ બાંધતી હતી. દરમિયાન ગઇકાલે રાત્રે મહિલાની ૧૭ વર્ષની પુત્રી લઘુશંકા ગઇ હતી ત્યારે ભલો તડવી અચાનક પાછળથી આવ્યો હતો અને પોતાની ભાણી એવી સગીરાના ગળા પર હાથ નાંખી આબરૃ લેવાનો પ્રયાસ કર્યો  હતો.

(5:57 pm IST)