Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સુરત:ઉઘના-મગદલ્લા રોડ નજીક ભાઈને રાખડી બાંધી પરત ફરતી વેળાએ અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાતા પરિવારના સભ્યો પૈકી એકનું મૃત્યુ:દંપતી સહીત બે સંતોનો ઈજાગ્રસ્ત

સુરત:ઉધના-મગદલ્લા રોડ થી ગઈકાલે બપોરે સગા ભાઈને રાખડી બાંધીને પિતરાઈ ભાઈને રાખડી બાંધવા ઓલપાડ ખાતે જતા હતા ત્યારે જહાંગીરપુરાના દાંડી રોડ પર તેમની બાઇક સાથે અન્ય બાઇક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા દંપતી અને તેમના બે સંતાનને ઈજા થઈ હતી જેમાં ગંભીર ઈજા પામેલા યુવાનનું મોત નિપજયું હતું.

નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ ઉધના મગદલ્લા રોડ પર ભટાર ખાતે ન્યુ હળપતિવાસમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ સુખાભાઈ રાઠોડ તેમની પત્ની નયનાબેન અને તેમનો આઠ વર્ષીય પુત્ર જય અને વર્ષની પુત્રી તાની સાથે ગઈ કાલે સવારે મોટરસાયકલ પર પીપલોદ ખાતે રહેતા ભાઈ કમલેશ રાઠોડને રાખડી બાંધવા ગઈ હતી.

(5:57 pm IST)