Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કપડવંજમાં એકલતા અનુભવી રહેલ વૃધ્ધે બીમારીથી કંટાળી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કપડવંજ:શહેરમાં એકલતા અનુભવી રહેલા વૃધ્ધે બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ શહેરના ગાધી ચોક વિસ્તારમાં રહેતા બકુલભાઈ ચંદુભાઈ શેઠ ઉં.. ૭૮ આજે મોતને વહાલું કર્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા હતા. તેમજ વૃધ્ધાવસ્થામાં તબિયતમાં સુધાર જણાતાં કંટાળી ગયા હતા. ઉપરાંત તેઓ એકલા રહેતા હોવાનુ સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ.પરિવારમાં તેમના પત્ની પણ ગુજરી ગયા હતા.અને તેઓ નિઃસંતાન હતા. તેઓએ આજે ગળે ફાંસો ખાઈ  આત્મહત્યા કરી લેતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી હતી.

(5:58 pm IST)