Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સુરતના કતારગામમાં ધાબા પર એકઠા થઇ બુમાબુમ કરનાર 8 યુવાનોની પોલીસે ધરપકડ કરી

સુરત:કતારગામની શાંતિ નગર સોસાયટીમાં ઘરના ધાબા પર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના એકઠા થઇ બુમાબુમ કરનાર 8 યુવાનની પોલીસે એપેડમિક ડિસીઝ એકટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે કતારગામ મગન નગર 2 ની નજીક શાંતિનગર સોસાયટીમાં ઘરના ધાબા પર એકઠા થઇ કેટલાક લોકો બુમાબુમ કરે છે. જેથી તુરંત કતારગામ પોલીસ શાંતિનગર સોસાયટીમાં ઘસી ગઇ હતી અને ઘર નં. 25 અને 26 ના ધાબા પર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના એકઠા થનાર સોસાયટીમાં રહેતા જગદીશ રાધવ સોનાણી (.. 32), નિરંજન નટુ પટેલ (.. 40), જીગર પ્રવિણ સુતરીયા (.. 23), હિતેશ ગોવિંદ વાઘાણી (.. 42), પ્રવિણ રામજી સુતરીયા (.. 50), ધવલ વાલજી ગોયાણી (.. 22), વત્સલ નરેન્દ્ર વાઘાણી (.. 20) અને દિલીપ ગોવિંદ વાઘાણી (.. 37) ને વિરૂધ્ધ પોલીસે એપેડમિક ડિસીઝ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:58 pm IST)