Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સાગબારા પોલીસે રાજકોટ તરફથી મહારાષ્ટ્રના તલોદા ખાતે લઇ જવાતી ભેંસો,પાડા ઝડપી પાડયા

સાગબારાના કેબી કોતર ખાતેથી ગેરકાયદેસર ભેંસો,પાડા ભરેલ બે આઈશર ટેમ્પો પોલીસે ઝડપી લીધા:16 ભેંસો અને 5 પાડા સહિત 2 આઇશર ટેમ્પો મળી રુપિયા 13 .45 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના બોર્ડરના એરિયા માથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરવામાં આવતી હોવાનું મોટુ ષડયંત્ર અને નેટવર્ક ચાલતું હોય નર્મદા પોલીસે ગતરોજ રાત્રે બે આઇશર ટેમ્પો ઝડપી પાડયા હતા અને બે આરોપીઓ સહિત 13.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
           જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સપેકટર સાગબારા એ બાતમી આધારે સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે કેબી કોતર પાસે હાઈવે રોડ ઉપર નાકાબંધી દરમ્યાન ગતરોજ આઈસર ટેમ્પા નંબર GJ 18 AT 0047 ના ચાલક ભોજાભાઈ સારાભાઈ બોરીયા રહે.પાણવી તા,રાણપુર, બોટાદ નાઓએ પોતાના કબજા માંના આઈસર ટેમ્પામાં ભેંસો નંગ - ૮ તથા પાડીયા (બચ્ચા)નંગ-૦ર તથા (૨) આઈસર ટેમ્પા નંબર GJ 03 x 8832 ના ચાલકે કરશનભાઈ દોલાભાઈ માલકીયા ૨હે.ગઢડા રોડ રબારીવાસ બોટાદ તા.જી. બોટાદ નાઓએ પોતાના કબજામાંના આઈસર ટેમ્પામાં ભેંસો નગ - ૮ તથા પાડીયા (બચ્ચા) નંગ- 03 ભરી, તેના માટે ઘાસ ચારા તથા પાણી ની સગવડ નહીં રાખી અને તાડપત્રી થી ઢાંકી હવા ઉજાસની સગવડ નહી રાખી ટૂંકા દોરડાથી ચુસ્ત રીતે બાંધી લઇ જતા હોવાનું જણાઇ આવેલ.
આર.ટી.ઓ ના પાસ પરમીટ વગર,ગુજરાતના રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામેથી મહારાષ્ટ્રના તલોદા ખાતે લઈ જવાતા પશુઓની હેરાફેરી કરતા આઈસર ટેમ્પા નંગ -૦૨ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/તથા કુલ ભેંસો નંગ-૧૬ ની કિ.રૂ.૩,૨૦,000/- તથા પાડીયા (બચ્ચા) કુલ નંગ-૦૫ ની કિ.રૂ. ૨૫,ooo/- મળી કુલ કિ.રૂ. ૧૩,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્બે લેવામાં આવેલ છે.અને આ કામે પકડાયેલ બન્ને આરોપીઓની વિરૂધ્ધમાં પશુ પત્યે ઘાતકીપણાની એક્ટ ૧૯૬૦ ની કલમ ૧૧(ડી) (૭) (એચ) તથા એમ.વી.એકટ કલમ-૧૯ ૨,૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આમ પોલીસ અધિક્ષક હિમકરસિહ નર્મદા નાઓ દ્વારા જીલ્લામાં ગેકાયદેસર રીતે પશુની હેરાફેરી કરતા ઈસમો સામે સખત પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા સુચના ના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ બનેલ છે.

(8:32 pm IST)