Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ભરૂચ નજીક ફ્લાયઓવર બ્રિજ પાસે સસ્તા ડોલરની લાલચ આપી 1.71 લાખની છેતરપીંડી :આરોપી કારમાં ભાગી ગયા

મૂળ ભાવનગર હાલ સુરત રહેતા ઉમેશ કલાસરીયાને રૂપિયાના બદલે ડોલર આપ્યા વગર ફરાર

સુરત : સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી મૂળ ભાવનગર પરંતુ હાલ સુરત ખાતે રહેતા રહીશ સાથે રૂ.૧.૭૧લાખ કરતા વધુ રકમની છેતરપીંડી કરાઈ હોવાનો બનાવ બન્યો હતો. જ્યારે આરોપીઓ કારમાં ફ્રાર થઈ ગયા હતાં.

 તા ૩/૭ના બપોરના સમયે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના ફ્લાય ઓવર બ્રિજ પાસે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આ બનાવના ફ્રિયાદી ઉમેશ ભવાન ભાઈ કલાસરિયા આહીર હાલ રહે સુરત મૂળ રહે ભાવનગર દ્વારા બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફ્રિયાદ નોંધવામાં આવી હતી. ફ્રિયાદમા જણાવ્યા મુજબ વિનુભાઈ તેમજ જયેશ પટેલ, અને આઈ ટવેન્ટી કારના ચાલકે ડોલર સસ્તા અપાવવાનું પ્રલોભન આપ્યું હતું. તેથી ફ્રિયાદી ઉમેશભાઈ ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ના આરોપીઓએ જણાવ્યા મુજબના સ્થળે અને સમયે આવી પહોંચ્યા હતાં. આરોપીઓએ નાણાંની માંગણી કરતા ઉમેશભાઈ એ રૂ.૧૭૧૦૦ આપ્યા હતાં. ત્યાર બાદ આરોપીઓ રૂપિયાના બદલે ડોલર આપ્યા વગર આઈ ટવેન્ટી કારમાં ફ્રાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 pm IST)