Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સુરતમાં આવતીકાલે તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ

સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં 5, વરાછા એ-બી અને લીંબાયત ઝોનમાં 5, રાંદેર ઉધના ઝોનના 6 અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન

સુરતમાં કાલે મંગળવારે તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવનાર છે.મહાનગરપાલિકા દ્વારા 40 જેટલા અર્બન હેલ્થ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પણ મહત્તમ 75 જેટલા લાભાર્થીઓને જ વેક્સિન આપવામાં આવશે.

 નોંધનીય છે કે 21 જૂને મહારસીકરણ અભિયાનના પહેલા દિવસે જ્યારે રેકોર્ડ નોંધાયો હતો, ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે રોજના 50 હજાર ડોઝ આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો હતો.ત્યારે હવે વેક્સિનની અછતને પગલે હવે ડોઝ ઓછા કરાતા લોકોને હાલાકી પડી રહી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં 5, વરાછા એ-બી અને લીંબાયત ઝોનમાં 5, રાંદેર ઉધના ઝોનના 6 અર્બન હેલ્થ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.

(12:11 am IST)