Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મામેરાના ઓનલાઈન દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે

૫૦ વર્ષે ભગવાનનું મામેરૃં કરવાની ભકતની ઈચ્છા પૂર્ણઃ હીરા ઝવેરાત અર્પણ

બંગાળી પરંપરા અને મહારાષ્ટ્ર સ્ટાઈલનું મિશ્રણ, જયપુર અને મહારાષ્ટ્રમાં ભગવાનના વાઘા વસ્ત્રો તૈયાર કરાયા

રાજકોટ, તા.૬:  ભગવાનના મામાના ઘેર અર્થાત્ અમદાવાદના સરસપુરમાં ભાવિક ભકતો પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિમાં ઓન લાઇન મામેરા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાનને બંગાળી રીત રસમ મુજબ દાગીના ભાવપૂર્વક ધરવામાં આવ્યા છે.

મામેરામાં મહારાષ્ટ્રિયન શૈલીની પાઘડી, બંગાળી શૈલીના હીરાના ઝવેરાતના ઘરેણા તેમજ સુભદ્રાજીને પાર્વતીના શ્રીંગાર, સોનાની વીંટી- બુટ્ટી, ચાંદીની પાયલ, ચાંદીની ગાય પણ અર્પણ કરવામાં આવી હતી. સરસપુરના રહેવાસી મહેશ ઠાકોર આ વખતે મામેરાના યજમાન હતા. મામેરાની યજમાની કરવાની તેમના પરિવારની ઈચ્છા ૫૦ વર્ષે પૂર્ણ થઈ છે. ગત વર્ષે ભગવાનનું મામેરૃં સરસપુરના લોકોએ સાથે મળીને  કર્યું હતું એ બાબત જાણીતી છે.

ભગવાનના મામેરાના વસ્ત્રો જયપુર અને મહારાષ્ટ્રમાં ખાસ ઓર્ડર આપી તૈયાર કરવામાં આવ્યા છે.

(12:03 pm IST)