Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

પંચમહાલ તાલુકાના કાલસર ગામે ઘરકંકાસના કારણોસર શખ્સે ફાયરિંગ કરી મોતને વ્હાલું કરતા ચકચાર

હાલોલ: પંચમહાલના ઘોઘંબા તાલુકાના કાલસર ગામે ગઇ સાંજે અનિલ રાઠવા પર થયેલા ફાયરિંગની ઘટનામાં નવો વળાંક આવ્યો છેપોલીસ તપાસમાં અન્ય કોઈએ નહિ પરંતુ અનિલે જાતે ઘરકંકાસને કારણે ઘરમાં રાખેલ દેશી તમંચા(કટ્ટા)થી ફાયરિંગ કર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલસર ગામના અનિલ હરસીંગભાઈ રાઠવા ગઇકાલે હાલોલ તાલુકાના ટાઢોડિયા ગામે આવેલ ખેતરથી ખેતીનું કામ પૂર્ણ કરી ટ્રેક્ટર લઈને ઘરે જતો હતો ત્યારે સામેથી બાઇક પર આવતા એમ.પી.બાજુના હોય તેવા ત્રણ ઈસમો સાથે બોલાચાલી થતા મામલો બિચકતા બાઇક સવારોએ કરેલા ફાયરિંગમાં અનિલ ઘાયલ થયો હતો. બનાવની જાણ અનિલના પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે ખસેડાયો હતો.

બનાવ સંદર્ભે પોલીસે તપાસ કરતા ઇજાગ્રસ્ત અનિલ બેભાન હોવાથી નિવેદન લઇ શકાયું હતું પરંતુ તેના પિતા હરસીંગભાઈ રાઠવાની પોલીસે પૂછપરછ કરતા ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અનિલના પિતા  હરસીંગભાઈ અને તેના પત્ની પાલ્લા ગામે વૈદને ત્યાં ગયા હતા ત્યારે તેમની દીકરીનો  ફોન આવ્યો હતો અને  જણાવેલ કે અનિલે તેના રુમમાં જાતે તમંચાથી ગોળી મારી દીધી છે. તેથી હરસીંગભાઇ પત્ની સાથે ઘરે દોડી આવ્યા હતા. હરસીંગભાઇએ  વિચારેલ કે અનિલે જાતે ગોળી મારી છે તો પોલીસ કેસ કરવો નથી. તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ સરકારી હોસ્પિટલમાં લઇ જવાનું ડોક્ટરે જણાવતા અનિલ પોલીસકેસમાં ફસાઈ ના જાય તે માટે તે ખેતરમાં ગયો હતો અને તેના ઉપર બાઈક ચાલકો સાથે ઝગડો થતા ફાયરિંગ થયું હોવાની ખોટી વાત  ઉપજાવી રાજગઢ પોલીસને જાણ કરી વડોદરા સરકારી દવાખાને લઈ ગયા હતા.

(5:43 pm IST)