Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અમદાવાદના ખોખરામાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા રહીશોને ભારે પરેશાની સહન કરવાની નોબત આવી

અમદાવાદ: ખોખરા વોર્ડમાં મણિનગર-જશોદાનગરના મુખ્ય માર્ગ પરની ગોરના કુવા પાસે આવેલી ભગવતીપાર્ક અને ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં છેલ્લા પંદરેક દિવસથી પાણીની તંગી પ્રવર્તી રહી છે. અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવી રહ્યું છે કે જેના કારણે રોજિંદા વપરાશનું પાણી પણ રહીશો મેળવી શકતા નથીગોરના કુવા વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓમાં પાણીની ભારે તંગી પ્રવર્તી રહી છે. ધીરજ હાઉસિંગના કોમન પ્લોટમાં નિર્માણાધીન ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સત્વરે પુરૂ કરવામાં આવે તો વિસ્તારમાં પાણીની તંગી દુર કરી શકાય તેમ હોવાનું રહીશોનું માનવું છે. બંને સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ પંદરેક દિવસથી પીવાનું પાણી અપુરતું આવી રહ્યુ છે. પ્રેસર મળતું હોવાના કારણે નળમાં પાણી ખૂબ   ધીમું આવી રહ્યું છે. જેના કારણે સોસાયટીના રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છેખાનગી પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે, પીવાના પાણીના જગ મંગાવવાની સાથે ઘર વપરાશના પાણી માટે કેટલાક મકાનોના રહીશોએ આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરવા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. સ્થિતિ વચ્ચે બંને સોસાયટીના રહીશો પરેશાન થઇ ગયા છે. અંગે મ્યુનિ.તંત્રમાં જાણ કરી હોવા છતાંય અધિકારીઓ દ્વારા ધ્યાન અપાઇ રહ્યું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(5:44 pm IST)