Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

આપ નેતા ઈસુદાન ગઢવીના 'ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે’ : નિવેદન સામે જનસંઘર્ષ વિરાટ પાર્ટીએ આકરો રોષ ઠાલવ્યો

સત્યાગ્રહ છાવણી ખાતે JSVPના સભ્યોએ ઉપવાસ અને વિરોધ પ્રદર્શન કર્યું: બિહારવાસીઓની માફી નહિ માંગતા પરપ્રાંતિઓની અસ્મિતાને લાંછન

અમદાવાદ : પરપ્રાંતિઓને લઈને આપ પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાયેલ ટિપ્પણીની આકરી ટીકા કરતા જનસંઘર્ષ વિરાટ પાર્ટી (JSVP)ના સભ્યોએ આકરો રોષ ઠાલવ્યો હતો.

સત્યાગ્રહ છાવણી ખાતે JSVPના સભ્યોએ ઉપવાસ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં JSVPના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અર્જુન મિશ્રા અને નીરજ શુક્લ (પ્રદેશ પ્રવકતા), હર્ષવર્ધન ત્રિવેદી અને JSVPના અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ટિપ્પણી અંગે વાત કરતા તેઓએ જણાવાયું હતું કે, આપ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ 24 કલાકમાં બિહારવાસીઓ જોડે માફી નહિ માંગતા પરપ્રાંતિઓની અસ્મિતાને લાંછન લાગતાં ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયોનો અસ્મિતાનો સવાલ ઊભો થતો હોઈ અને ‘ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે’ એવું નિવેદન સાંભળી જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા નિમ્ન કક્ષાનું નિવેદન આપવા બદલ બિહારવાસીઓની માનહાનિ થતાં JSVPના કાર્યકર્તાઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતર્યા હતા.

આ વિશે જાહેર જનતા સમક્ષ પોતાની વાત કરવા માટે અર્જુન મિશ્રા, નીરજ શુક્લ, અવિનાશ પિલ્લાઈ, હર્ષવર્ધન ત્રિવેદી તથા JSVPના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા વિસાવદર તાલુકાના લેરિયા ગામે ગઈકાલે આપ દ્વારા સભાનું આયોજન કરાયું હતું. આપના જનસંવેદના યાત્રાના કાફલા પર હુમલો કરાયો હતો. જ્યાં હાજરી આપવી નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પહોંચ્યા હતા. આ દરમિયાન ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા. તેમની ગાડીના કાચ તોડાયા હતા અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ લેરિયા ગામનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

(7:04 pm IST)