Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

રાજપીપળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ જયંતિ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકાર યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ જયંતિ નિમિતે રાજપીપળા નહેરુ યુવા કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની તસ્વીર ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી, તેમની સ્મૃતિમાં જિલ્લામાં યુવક મંડળો દ્વારા વધુ માં વધુ વૃક્ષ વાવાનો સંકલ્પ પણ કર્યો હતો.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ ના મહામંત્રી નિલ રાવ એ માર્ગદર્શન પૂરું પાડ્યું અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન વિશે જણાવ્યું હતું અને તેમના સૂત્ર " એક દેશ મેં દો વિધાન,દો પ્રધાન અને દો ચિન્હ" નહિ ચેલગા ના સૂત્ર વિશે પણ જાણકારી આપી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના સૂત્ર ને કેવી રીતે સાકાર કર્યું તેની પણ વિગતવાર માહિતી આપી હતી.જ્યારે નિલ રાવ ની સાથે નર્મદા જિલ્લા આઈ ટી સેલ ના ઇન્ચાર્જ પ્રણવ વ્યાસ( અકકુ), રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક શંકર ભાઇ,કાજલબેન,ઉદયભાઈ,સદસ્ય નર્મદા જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ,નિવૃત નાયબ અધિક્ષક નરેન્દ્રસિંહ સોલંકી, જયપાલસિંહ માત્રોજા,ચંદ્રકાન્ત બક્ષી તથા કાર્યક્રમ ના સુપર વાઈઝર નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા યુવાઓને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી.

(11:58 pm IST)