Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નાવરા શકિતકેન્દ્રના ઉમરવા ગામ ખાતે હર ઘર તિરંગા બાબતેની જાણકારી માટે BJP ની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :દેશ આઝાદીનો અમૃત મહોત્સવ  મનાવવા જઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં 'હર ઘર તિરંગા' અભિયાન દેશની શાનમાં વધારો કરે, રાષ્ટ્રના ગૌરવ સમો તિરંગો દરેક ઘર પર ગૌરવપૂર્ણ ફરકે એ માટે નાંદોદ તાલુકાના નાવરા શકિતકેન્દ્રના ઉમરવા ગામ ખાતે યોજાયેલ બેઠકમાં હાજરી આપી. તિરંગો કઈ રીતે ફરકાવવો એ વિશે, એના સન્માનની જાળવણી  તથા  તમામ  લોકો અભિયાનમાં જોડવા માટેનું વિશેષ માર્ગદર્શન શકતી કેન્દ્રનાં ઇન્ચાર્જ આશિષ પટેલે આપ્યું હતું. આ બેઠકમાં શકિતકેન્દ્ર પ્રભારી,સંયોજક,બુથ પ્રમુખ તેમજ  કાર્યકતાઓ ઊપસ્થિત રહ્યા હતા

(10:59 pm IST)