Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

દાણીલીમડાના ફરીદા એપાર્ટમેન્ટમાં ધાબા પરથી  900 નંગ ચાઇનીઝ દોરીની રીલનો જથ્થો ઝડપાયો

પોલીસે મોહમ્મદ કૈફ શેખ નામના આરોપીની ધરપકડ કરી :મોઇન નામનો અન્ય આરોપી વોન્ટેડ

અમદાવાદમાં પોલીસે દાણીલીમડામાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દાણીલીમડાના ફરીદા એપાર્ટમેન્ટમાં મકાનના ધાબા પરથી 900 નંગ ચાઇનીઝ દોરીની રીલનો જથ્તો ઝડપી પાડ્યો છે. પોલીસે મોહમ્મદ કૈફ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે કે મોઇન નામનો અન્ય આરોપી વોન્ટેડ છે.

(1:20 pm IST)