Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

વડોદરા પોલીસની ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર લાલ આંખ :12 આરોપીઓની ધરપકડ: એક લાખથી વધુનો મુદામાલ જપ્ત

છેલ્લા 2 દિવસમાં પોલીસે શહેરમાં 61 જેટલી શંકાસ્પદ જગ્યાએ ચેકિંગ કર્યું :9 જગ્યા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવતા ગુનો નોંધ્યો

વડોદરા શહેર પોલીસે પણ  ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર લાલ આંખ કરી છે.પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ કર્યો છે.છેલ્લા 2 દિવસમાં પોલીસે શહેરમાં 61 જેટલી શંકાસ્પદ જગ્યાએ ચેકિંગ કર્યું હતુ જેમાંથી 9 જગ્યા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે.છેલ્લા 2 દિવસમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરીને 1 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

(1:20 pm IST)