Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

વડોદરામાં શાળાના સમયમાં ફેરફાર કરવા માંગણી:  વાલીમંડળે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

કાતિલ ઠંડીને કારણે શાળાનો સમય બદલવા માટે વાલી મંડળે DEO કચેરીએ જઈ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યુ

વડોદરામાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. વહેલી સવારે શાળાએ જતા બાળકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે. નાના બાળકોને શિયાળાની આકરી ઠંડીમાં વહેલા તૈયાર કરવામાં વાલીઓ પરેશાન થાય છે. તો શિક્ષકોને પણ બાળકોને સાચવવામાં તકલીફ પડે છે. જેથી વડોદરાના વાલી મંડળે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓને સમય બદલવા અથવા તો રજાઓ આપવાની માગણી કરી. જેથી શાળાના વિદ્યાર્થીઓએ ઠંડીમાં ધ્રૂજતી હાલતમાં શાળાએ જવું ન પડે.

 

વાલીમંડળના વિનોદ ખુમાણે જણાવ્યુ કે શિયાળામાં વહેલી સવારે બાળકને ઉઠાડીને તૈયાર કરવામાં માતાને પણ મુશ્કેલી નડે છે. તો વધારે ઠંડીમાં ભણાવવામાં શિક્ષકોને પણ કપરુ થઈ જતુ હોય છે. વાલીમંડળે ડીઈઓ કચેરીએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે દેશના અન્ય રાજ્યોમાં શાળાનો સમય બદલવામાં આવ્યો છે અથવા રજા રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને વડોદરા શહેર તેમજ જિલ્લાની શાળાઓનો સમય ફેરફાર કરવા માટેનું આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

 

(11:20 pm IST)