Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

ગુજરાત આપની ટીમ અચાનક દિલ્હી પહોંચી : કેજરીવાલ સાથે બેઠક કરી: સંગઠન અંગે ચર્ચા 

ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આપની ટીમે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી

અમદાવાદ :: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી જ્યારે 35 જેટલી બેઠકો પર તે બીજા નંબરે રહી હતી. હવે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આપની ટીમે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. 

  દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં ગુજરાતની ટીમના શીર્ષ નેતાઓએ હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા,  ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સાઉથ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ ચૈતર વસાવા, સુરત ઝોન કાર્યકારી અઘ્યક્ષ અલ્પેશ કથિરીયા, નોર્થ ગુજરાત ઝોન કાર્યકરી અઘ્યક્ષ  ડોક્ટર રમેશ પટેલ, કચ્છ ઝોન સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશદાન ગઢવી,  સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અઘ્યક્ષ જગમાલ વાળા અને સેન્ટ્રલ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ  જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ તમામ શીર્ષ નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલે ચર્ચા વિચારણ કરી હતી અને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.

(12:16 am IST)