Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમદાવાદમાં ATMમાં રૂપિયા ઉપાડતા લોકોને મદદના બહાને છેતરપિંડી કરી પૈસા ઉપાડતા શખ્સની ધરપકડ

પકડાયેલા શખ્સ પાસેથી પોલીસને 30 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળ્યા : છેતરપિંડીના કેસમાં અગાઉ 22 મહિના જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું

અમદાવાદની સરખેજ પોલીસે ATMમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને છળકપટથી પૈસા ઉપાડી લેતા એક શખ્સની ધરપકડ કરી છે. આ પકડાયેલો શખ્સ ઓછુ ભણેલા લોકોને નિશાન બનાવતો હતો.  આ માટે ATM મશીન બહાર જ ફરતો હતો.  જે વ્યકિતને કંઈ ખબર ન પડતી હોય તેની મદદ કરવા દોડી જતો અને મદદના બહાને છેતરપિંડી કરતો હતો.     પકડાયેલો શખ્સ મુંબઈના બોરીવલીમાં રહેતો હોવાનું અને અમદાવાદમાં પણ એક મકાન ધરાવતો હોવાનું સામે આવ્યું છે.  પકડાયેલા શખ્સ પાસેથી પોલીસને 30 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યકિત છેતરપિંડીના કેસમાં અગાઉ 22 મહિના જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

(12:18 am IST)